અખિલ સુતરીઆ
-
04:03:43 pm on November 2, 2010 |
બે બાબતો ..
1. જરૂર કરતાં વધારે પામવાની મનોસ્થિતી અને
2. જરૂર જેટલું જ મેળવવાની ક્રિયા પરનું નિયંત્રણ.
સ્વાનુભવે એમ લાગે છે કે,
લર્નીંગ સાથે પહેલી અને ત્યાર બાદ કરેલા લર્નીંગના અનલર્નીંગ સાથે બીજી સ્થિતી પર પહોંચી શકાય.
( કદાચ ફરીવાર વાંચવું પડે. )પહેલી સ્થિતી પર તો ટોળેટોળા … ઉમટી પડેલા જણાય છે.
બીજી સ્થિતી પર પહોંચવા ‘માણસ’ માં માણસપણું સૌપ્રથમ સ્થાપિત થતું હશે. એ માટેનું પ્રેરકબળ ‘માણસ’ સીવાયની જીવ સૃષ્ટીમાંથી જ મળ્યાનું મને લાગે છે.
ઓશોએ આને એન્કાઉન્ટર વીથ સેલ્ફ કહ્યું છે. ગાંધીજીએ પણ આ (સત્યના) પ્રયોગ કર્યા જ છે.
વધતી જતી ભૌતિક સુવીધાઓ છતાં જરૂરીયાતો ઘટતી જણાય ત્યારે સાત્વિક, સાદું અને સ્વસ્થ જીવન આરંભાતું અનુભવાય છે.